દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય સ્તર પર ચોરીના મોંઘા મોબાઈલ ફોન સપ્લાય કરતી એક સંગઠિત ગેંગનો પર્દાફાશ કર્યો છે. ઇસ્ટ ઓફ કૈલાશ વિસ્તારમાંથી ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી, જેઓ બસો અને મેટ્રોમાં મુસાફરોને નિશાન બનાવીને સ્માર્ટફોનની ચોરી કરતા હતા. જપ્ત કરાયેલા 26 મોબાઈલ કોલકાતા થઈને બાંગ્લાદેશ મોકલવાના હતા. અગાઉ પણ આ નેટવર્કનો અકે મોટો જથ્થો પકડાઈ ચુક્યો છે.
ADVERTISEMENT
આ કેસ અંગે એક સિનિયર પોલીસ ઓફિસરે જણાવ્યું કે ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ તાજ મોહમ્મદ (54), પરવેશ ઉર્ફે ફિરોઝ ખાન (42) અને કરણ ઉર્ફે ઓમ પ્રકાશ (30) તરીકે થઈ છે. તેમની 28 ઓગસ્ટના રોજ શ્રી નિવાસ પુરી બસ ડેપો નજીક ધરપકડ કરવામાં આવી. પૂછપરછ દરમિયાન, ત્રણેય આરોપીઓએ સંગમ વિહારના રહેવાસી અજય નેગી અને સની કટ્ટાનું નામ લીધું, જેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા આ ગેરકાયદેસર વ્યવસાયના કથિત માસ્ટરમાઇન્ડ છે.
— Crime Branch Delhi Police (@CrimeBranchDP) August 30, 2025🚨📱 AEKC, CRIME BRANCH, DELHI BIG CATCH! 📱🚨
🛑 GANG OF NOTORIOUS PICKPOCKETS BUSTED
📱 26 COSTLY SMARTPHONES RECOVERED
✅ 10 CASES OF THEFT/LOST MOBILES SOLVED ➝ OTHERS BEING CONNECTED
🌍 RACKET LINKED TO NEIGHBOURING COUNTRY SUPPLY CHAIN💪 A SUCCESSFUL OPERATION by Insp.… pic.twitter.com/gQD5aelzOQ
ADVERTISEMENT
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ ગેંગ દિલ્હી-એનસીઆરમાં ખિસ્સાકાતરુઓ અને ફોન સ્નેચર્સ પાસેથી ચોરીના ફોન ભેગા કરતી હતી. આ પછી આ ફોન કોલકાતાના એજન્ટોને પહોંચાડવામાં આવતા હતા, જેઓ બાંગ્લાદેશમાં ખરીદદારો માટે પશ્ચિમ બંગાળની સરહદ પાર કરીને દાણચોરીથી ફોન મોકલતા હતા. જપ્ત કરાયેલા મોબાઇલ અત્યાર સુધીમાં 10 અલગ અલગ ચોરી અને ગુમ થયેલા કેસ સાથે જોડાયેલા હોવાનું જાણવા મળ્યું છે, જેમાં ચાર ઈ-એફઆઈઆર પણ સામેલ છે.
આરોપીઓમાંથી તાજ મોહમ્મદ મૂળ યુપીના બારાબંકીનો રહેવાસી છે અને માત્ર બીજા ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે. મજૂર તરીકે કામ કર્યા પછી, તે ખિસ્સા કાતરવાનું કામ કરવા લાગ્યો. તેનો અગાઉનો કોઈ ગુનાહિત રેકોર્ડ મળ્યો નથી. પરવેશ બિહારના મુંગેરનો છે અને સાતમા ધોરણ સુધી ભણ્યો છે. એ અગાઉ પણ ત્રણ વખત ચોરીના કેસમાં પકડાઈ ચૂક્યો છે. કરણ ઉર્ફે ઓમ પ્રકાશ ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગરનો છે.
ADVERTISEMENT
કરણ તેના પિતાના મૃત્યુ પછી 8મા ધોરણ સુધી અભ્યાસ કર્યા પછી અભ્યાસ છોડીને મજૂરી કામ કરવા લાગ્યો, પરંતુ ટૂંક સમયમાં જ તે ચોરીના નેટવર્કમાં સામેલ થઈ ગયો. તેની સામે પહેલાથી જ 13 ગુનાહિત કેસ નોંધાયેલા છે. આ ગેંગ ખાસ કરીને ભીડભાડવાળી બસો અને મેટ્રોને નિશાન બનાવતી હતી. ચોરાયેલા ફોન તાત્કાલિક રીસીવરો સુધી પહોંચી જતા હતા, જ્યાંથી તેમને બાંગ્લાદેશ સપ્લાય કરવા માટે તૈયાર કરવામાં આવતા હતા.

ADVERTISEMENT
જણાવી દઈએ કે ગયા શુક્રવારે પણ પોલીસે બીજી એક આંતરરાષ્ટ્રીય મોબાઇલ ચોરી ગેંગનો પર્દાફાશ કર્યો હતો, જે દિલ્હીથી ચોરાયેલા ફોન બાંગ્લાદેશમાં વેચતી હતી. તે ઓપરેશનમાં 50 લાખ રૂપિયાથી વધુ કિંમતના 294 ચોરાયેલા ફોન જપ્ત કરવામાં આવ્યા હતા. પોલીસે દિલ્હી અને કોલકાતામાંથી આઠ આરોપીઓની ધરપકડ કરી હતી. એવું કહેવામાં આવ્યું કે આ ગેંગનો માસ્ટરમાઇન્ડ કોલકાતાથી નેટવર્ક ચલાવતો હતો.
આ પણ વાંચો: એર ઇન્ડિયાની દશા માઠી બેઠી, વધુ એક ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT
આ કાર્યવાહીની માહિતી આપતા ડીસીપી (સાઉથ) અંકિત ચૌહાણે જણાવ્યું કે દિલ્હીથી ચોરાયેલા મોબાઇલ ફોન ભારત-બાંગ્લાદેશ સરહદ પાર કરીને પડોશી દેશમાં મોકલવામાં આવતા હતા. આ ગેંગને પકડવા માટે ઇન્સ્પેક્ટર ઉમેશ યાદવના નેતૃત્વમાં એક ખાસ ટીમ બનાવવામાં આવી હતી. આ ટીમે 27 જુલાઈના રોજ દિનેશ (52), રિઝવાન (38), રવિ (30) અને અજય (41) ને પકડ્યા હતા. ચારેય આરોપીઓની અગાઉ પણ ચોરીના ગુનાઓમાં સંડોવણી હતી.